Thursday, December 9, 2010

એક પ્રતી રચનાં

મિત્રો,આપણાં સદગત કવીશ્રી મણીલાલ દેસાઈની રચનાં " ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.. - " મને ખુબજ પ્રીય છે.આધુનિક સમયમાં જો આ રચનાં લખાય હોત તો લગભગ એ નીચે મુજબ હોત.આ રચનાં સદગત કવીશ્રીની કે મૂળ રચનાંની હાસી ઉડાવવા ખાતર લખાય નથી. હું કવીશ્રીનો અને મૂળ રચનાંનો ખુબજ આદર કરું છું.



બાલ્કનીમાં બેસી વાંચુરે મેસેજ વ્હાલમનાં,
બેડરૂમમાં  સૂતી  વાંચુરે મેસેજ વ્હાલમનાં.
    શહેરને છેવાડે 'પબ' ચાલે
       વ્હાલમ મારો સાલસા નાચે
       સાલસા  રે લોલ વ્હાલમનાં
બાલ્કનીમાં બેસી વાંચુરે મેસેજ વ્હામનાં
કાલતો હવે બાઈક ઉપર  રખડશું રે લોલ,
કાલતો હવે આખા શે'રમાં ભટ્કશું રે લોલ.
     રખડતાં મેકઅપ બગડશે મારો
        ભટકતાં  -બાપ ઝડપશે મારો
        ઝડપાશે રે મેસેજ વ્હાલમનાં
બાલ્કનીમાં બેસી વાંચુરે મેસેજ વ્હામનાં
બેડરૂમમાં  સૂતી  વાંચુરે મેસેજ વ્હાલમનાં.

Sunday, December 5, 2010

પ્રશ્ન

ઈશ્વર-
માણસ તારી પાસે આવે
તારી મૂર્તિને
શ્રધ્ધા પૂર્વક નમન કરે
એ મૂર્તિ આગળ
લાખ્ખો રૂપિયા ધરે
અને
તને હિરા ઝવેરાતથી
લથબથ કરે
પણ
બદલામા તારુ
સદીઓથી અકબંધ રહેલુ
પથ્થરીયુ સ્મિત
અને સાથે
તારા કોઇ ચમત્કારની
ધરપત
જો જે હં
કોઇ અણસમજ ન કરતો!
મને તારી જાહોજલાલી
સામે કોઇ જ વાંધો નથી
પણ એક પ્રશ્ન છે
માણસની જાતને તારામાં છે
એટલીજ શ્રધ્ધા
માણસમાં હોત તો???